Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ અમિત શાહને મેસેજ આપ્યો કે ભાજપમાં બધાં પગલુંછણીયા નથી

ભાજપ તારા વળતા પાણી..

સીઆર પાટીલના ભાજપ – કોંગ્રેસના ઇલુ ઇલુ વાળા નિવેદનનો જવાબ પાયો, સવારમાં કોંગ્રેસમાં હોય બપોરે ભાજપ પાર્ટીમાં આવે અને તેને સાજે ટીકીટ પણ મળી જાય તેને સુ કહેવાય તેવા વાક્યો ઉચારી ખરા અર્થમાં ઇલુ ઇલુ કોને કહેવાય તેનો વળતો જવાબ દિલીપ સંઘાણીએ આપતા ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ- ભાજપના નેતાઓ ઇલુ ઇલુ કરે છે એવા બહાના હેઠળ સી આર પાટીલે મેન્ડેટ આપવાની પ્રથા શરુ કરી હતી. માત્ર રાજકીય ચૂંટણીઓમાં જ નહીં સહકારી ચૂંટણીઓમાં પણ ટીકીટ માટે કમલમના પગથિયાં ગણવા પડે એ ગણતરી હશે . સહકારી ક્ષેત્રે દબદબો ઉભો કરી રાજકીય કારકિર્દી ઘડનાર આગેવાનોના મૂળિયાં ઉખેડી શકાય અને પક્ષના નિયંત્રણમાં રહે તેવા હેતુથી પણ મેન્ડેટ પ્રથા શરૂ કરવા પાછળની માનસિકતા હોઈ શકે!.સૌરાષ્ટ્રના સિંહ ગણાતા સ્વ.વિઠલભાઈ રાદડીયાનો સહકારી ક્ષેત્ર પર પહેલે થીજ દબદબો યથાવત હોય તેમના આવશાન બાદ તેમના સુપુત્ર જયેશ રાદડીયા દ્વારા શુકાન સંભાળવામાં આવ્યું હતું અને બે ટર્મથી ઇફકોના ડાયરેક્ટર પદ પર પકડ જમાવી છે ત્યારે તેમનો સહકારી ક્ષેત્રે દબદબો ખતમ કરવા અમિત શાહના અંગત ગણાતા દિલીપ પટેલ (ગોતા) ને ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવારી કરાવવામાં આવતા, જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટની પરવા કર્યા વગર અમિત શાહના અંગત ગણાતા દિલીપ પટેલ (ગોતા)ને સજ્જડ હાર આપી એક ગોળીએ બે શિકાર કર્યા છે. જયેશ રાદડિયાએ ડિરેક્ટર પદ માટે ઉમેદવારી કર્યા બાદ સી આર પાટીલે બિપિન ગોતાને મેન્ડેટ આપી દીધો. પાટીલ એમ માનતા હશે કે અમિતભાઈના માણસનું નામ જોઈ જયેશ રાદડિયા ઉમેદવારી પરત લઇ લેશે પરંતુ એવું થયું નહીં. સ્વયં અમિતશાહે જયેશ રાદડિયા સાથે મુલાકાત કરી, તેમના સ્વ. પિતા વિઠ્ઠલભાઈના ભરપેટ વખાણ કર્યા છતાં કશું વળ્યું નહીં. પહેલા મંત્રીપદ પછી લોકસભાની ટીકીટ ગુમાવી ચૂકેલા જયેશ રાદડિયા પાટીલ અને શાહના એકાંધિકારને પડકારી ચૂંટણી લડ્યા અને જીત્યા. “જેને આવવું હોય એ આવો મેદાન ખુલ્લું છે, કોઈ કાંકરી પણ નહીં ખેરવી શકે” એવો પડકાર ફેંકી જયેશ રાદડિયાએ ગળામાં પટ્ટા બાંધેલો નેતા હું નથી એ સાબિત કર્યું. અને ચાણક્યની નીતિ વાપરી જયેશ રાદડિયાએ એક નવો મોરચો ખોલ્યો છે.આખાય પ્રકરણમાં રાદડિયાનો સાથ આપનાર દિલીપ સંઘાણીએ પાટીલની ઇલુ ઇલુ થિયરીનું પીલ્લું વાળી દેતાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રીપદ આપી દેવા એ ઇલુ ઇલુ ગણાય કે પોતાની તાકાતનો ઉપયોગ કરી સહકારી ક્ષેત્રમાં ભાજપના જ વ્યક્તિને જીતાડવા એ ઇલુ ઇલુ કહેવાય? સંઘાણી નો કહેવાનો અર્થ એ હોઈ શકે કે ભાજપના કાર્યકરો સાથે બ્રેકઅપ અને કોંગ્રેસીઓ સાથે ઇલુ ઇલુ કરનારા અમને ના શીખવે. ઘરના છોકરા ઘંટી ચાટે ને મોઢવાડીયાને માવો જેવી ઘરગથ્થું નીતિઓ બનાવી દેવદૂર્લભ કાર્યકરોને દિનદુઃખીયા મજુર બનાવી દેતાં ભરતીમેળાના આયોજકોને રાદડિયા અને સંઘાણીની જોડીએ લાલબત્તી ધરી છે. સાથે સાથે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ભાજપમાં બધાં પગલુંછણીયા નથી કે જે ઈચ્છે એ પગ લૂંછી પસાર થઇ જાય. મૂળિયાં વગરના નેતાઓ તમને વેલની જેમ વિટળાઈ ઉપર ચઢવા મજબુર હશે અમારા મૂળ ખુબ ઊંડા છે એવો સંકેત પણ અપાયો છે. જોવાનું રહ્યું કે પોતાને શિસ્તબદ્ધ કહેડાવતી પાર્ટી સંઘાણી – રાદડિયાનો જીતનો જશ્ન મનાવે છે કે કોઈ પગલાં ભરવાની હિમ્મત કરે છે.ખેર, પક્ષની શિસ્તને દબંગ સામે અપંગ થઇ જતી ઘણીવાર જોઈ છે એટલે આ કિસ્સામાં પાટીલ પાસે વિશેષ અપેક્ષા નથી.વડોદરા, સાબરકાંઠા બાદ આ ત્રીજી ઘટના છે જ્યાં પ્રદેશ નેતૃત્વ ભોઠું પડ્યું છે. સ્વમાનના ભોગે સત્તાના ખુંટે બંધાયેલી ભીડમાંથી એકલદોકલ અવાજ ઉઠી રહી છે જે કોલાહલનું સ્વરૂપ લે તો નવાઈ નહીં….

Related posts

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

પરસોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણી જનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યોં હતો…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़