Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1 માં ચા કરતાં કીટલી ગરમ…

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1ના અધિકારી ભૂવા સાહેબના રાજમાં નીચલા અધિકારીઓ બે ફામ, ગ્રાહકો પરેશાન, તમે કોઈ મારા સાહેબ છો, અમારે તમને જવાબ આપવાના ન હોય…

શું!!! રૂરલ – 1 ના ગ્રાહકોને જ નિયમ લાગુ પડે, અધિકારીઓ અને કર્મચારીઓને કોઈ નિયમ લાગુ ન પડે, તો કેમ નિયમની એસી તેસી કરવામાં આવી રહી છે, ક્યાં સુધી મનમાંનીઓ ચલાવવામાં આવશે..

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1ની ઓફિસમાં ભૂવા સાહેબની રહેમ નજર હેઠળ વિભાગના અલગ અલગ અધિકારીઓ તેમજ કંપ્લેન વિભાગના અને અન્ય કર્મચારીઓની દાદાગીરીઓ વારંવાર જોવા મળી રહી છે જેની અનેક ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ ભૂવા સાહેબ દ્વાર આવા કર્મચારીઓ ઉપર કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી જેના લીધે ગ્રાહકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પળી રહ્યો છે

બાબતે વાત કરીએ તો હાલ 45 ડિગ્રી તાપમાનમાં લોકોએ બહાર નીકળવું પણ મુશ્કેલ હોય ત્યારે લોકો પોતાના ઘરોમાજ સેફ રહેતા હોય છે ત્યારે લાઇન મેન મીરાણી જેવા દલાલોને કાળ જાળ ગરમીમાં 45 ડિગ્રી તાપમાનમાં અર્ણીટીંબા જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આપવામાં આવતો વીજ પુરવઠો બંધ કરવાની પરમિશન કોને આપી અને જ્યારે એ દલાલ મીરાણીને ફોન કરી પૂછવામાં આવ્યું ત્યારે તે કહે કે તમે મારા સાહેબ છો તો મારે તમને જવાબ આપવાનો,… મારે તમને કોઈ જવાબ આપવાનો ન હોય તેવું કહીને ફોન કાપી નાખવામાં આવેલ મં ફાવે તેવા જવાબો આપી વની વિલાસ કરતા માનવંતા ગ્રાહકો વતી ગુજરાત દર્શન સમાચાર આ દલાલ મીરાણીને કહેવા માગે છે ગ્રાહકો તાર તો સાહેબ છે અને તારો સાહેબ છેને તેના પણ સાહેબ છે એટલે તું અને તારો સાહેબ બને ગ્રાહકોને જવાબ દેવા બંધાયેલા છો ઓફિસ તમારા બાપદાદાની પેઢી નથી એ વાત ક્યારેય ન ભૂલતા…

છેલ્લા એક મહિનાથી ખેડૂતોના ખેતીવાડી ફિડરો ચાલુ કરવામાં પણ પણ રૂરલ 1 નિષ્ફળ રહ્યું છે તે જોતાં પ્રી મોનસુનની ધજીયા ઉડી રહી છે ત્યારે લાઇન મેનોનો પારો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે એજ લાઇન મેનો જ્યોતિ ગ્રામકે ખેતીવાડી ફિડરને મહત્વ આપવાના બદલે ઇન્ડસ્ટ્રીયલમાં મલાઈ ખાવામાં વ્યસ્ત રહેતા હોય છે અને ખેડૂતોએ પીજીવીસીએલની ઓફિસના ધરમના ધક્કા ખાવા મજબૂર બની જાય છે અને અંતે ખેડૂતોના વાવેતર કરેલા પાકો પીજીવીસીએલના પાપે નિષ્ફળ જાય છે ત્યારે નિષ્ફળ જતા પાકોના જવાબદાર કોણ?.

Related posts

નાયબ પોલીસ અધિક્ષક,એસ એચ સારડા સાહેબ દ્વારા બકરી ઈદના તહેવારને ધ્યાને રાખી ફૂટ પેટ્રોલિંગ કરાયું

ભોજપરા વાદી વસાહતમાં જૂથ અથડામણ 14 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ.

જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ અમિત શાહને મેસેજ આપ્યો કે ભાજપમાં બધાં પગલુંછણીયા નથી

Leave a Comment

टॉप न्यूज़