Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

એસ.એમ.પી.હાઈસ્કૂલનો દબદબો, સમગ્ર સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો.

પ્રાઇવેટ સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓને ભણાવતા હોય તેવા વાલીઓ માટે એસ.એમ.પી.હાઈસ્કુલે દાખલો બેસાડ્યો છે કે સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવી સકે છે અને ધાર્યું પરિણામ લાવી સ્કુલનું અને તેમના વાલીઓનું નામ રોશન કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની સકાય છે,વાત કરીએ તો સિંધાવદરની સરકારી ગ્રાન્ટેડશાળા એસ.એમ.પી.હાઈસ્કૂલનો એસ.એસ.સી.ના પરિણામ મા માસ્ટરસ્ટ્રોક: સમગ્ર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે .ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024મા લેવાયેલ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે.હાલના સમયમાં જ્યારે લોકો પોતાના બાળકોને મસમોટી ફીઓ ભરીને પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરાવવાનો મોહ રાખતા હોય છે ત્યારે સિંધાવદરની સામાન્ય પરિવારની દીકરી પરાસરા નહિલા ઝાકીરહુશેન એ સરકારી ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી.હાઈસ્કૂલમા મફત શિક્ષણ મેળવીને એક અલગ જ મેસેજ આપ્યો છે. પરાસરા નહિલા જાકીરહુસેનભાઇએ 98.74 PR મેળવીને સમગ્ર સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી એસ.એમ.પી. હાઈસ્કૂલ તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી બાદીસાહેબ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ તેમજ ગ્રામજનોએ આ સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .

Related posts

વાંકાનેર: PGVCL ની લાલિયાવાળી સામે કોંગ્રેસે આક્રમક મૂડમાં કરી રજૂઆત …

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા ત્તથા શહેરના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યોનું સંમેલન યોજવામાં આવ્યું.

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

Leave a Comment

टॉप न्यूज़